હળવદ-ટીકર રોડ પરથી ૮મી ફેબ્રુઆરી સુધી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ

- text


જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું

મોરબી : મોરબી જિલ્લાના હળવદ-ટીકર રોડ પર ડામરની કામગીરી ચાલુ હોય આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા. ૦૮-૦૨-૨૦૨૦ સુધી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામથી હળવદ ગામના રસ્તે ભારે વાહન પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ રસ્તાના વિકલ્પે ટીકરથી ઘાટીલા-ખાખરેચી હાઇવે માળીયા (મી) થઇ મોરબી તરફ તેમજ હળવદ માટે ટીકરથી ઘાટીલા-ખાખરેચી હાઇવે થી હળવદ તરફના રોડનો ઉપયોગ કરી શકાશે.

- text

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ-કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાની જોગવાઇના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર બનશે.

- text