દેવળીયા ગામે અજાણ્યા શખ્સો ઝેરી કેમિકલ ઢોળી જતા ગામ લોકોમાં રોષ

- text


કેમિકલ અત્યંત ઝેરી અને દુર્ગંધ આવતી હોવાથી લોકોને શ્વાસ લેવામા પડી રહી છે તકલીફ : ગ્રામજનો

હળવદ: હળવદ તાલુકાના દેવળીયા ગામે કોઈ અજાણ્યા કેમિકલ ફેક્ટરીના સંચાલક ગામના પાદરમાં અત્યંત ઝેરી અને દુર્ગંધ મારતુ કેમિકલ ઢોડી જતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે સાથે જ આવા તત્વો સામે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે ગત મોડીરાત્રીના કોઈ અજાણ્યા કેમિકલ ફેક્ટરી સંચાલક અત્યંત જ્વલંત અને દુર્ગંધ મારતું કેમિકલ ઢોળી જતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે કેમિકલ થી દુર્ગંધ આવતી હોવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે

તો સાથે સાથે જે જગ્યા પર કેમિકલ ઢોળવામાં આવ્યું છે ત્યાં અચાનક જ આગ લાગવાની ચાલુ થઈ જતી હોય છે તેમ જ ધુમાડાના ગોટા નીકળતા હોવા થી પશુ તેમજ ખાસ કરીને પક્ષીઓ પર માઠી અસર જોવા મળી રહી છે.

જેથી ગામ લોકો માંગ કરી રહ્યા છે કે અમારા ગામમાં જે શકશો કેમિકલયુક્ત જેરી પ્રવાહી નાખી ગયા છે તેની સામે જવાબદાર તંત્ર યોગ્ય પગલા લઈ જરૂરી કાર્યવાહી કરે જેથી બીજી કોઈ વખત અહીં નહિ પણ કોઇપણ જાહેર જગ્યા પર ઝેરી અને દુર્ગંધ વાળુ કેમિકલ નાખવાની હિંમત ન કરે.

- text

- text