હળવદના સદભાવના શૈક્ષણિક સંકુલમાં યોજાયો રમતોત્સવ:૧૩૧૯ છાત્રોએ લીધો ભાગ

- text


રમતોત્સવમાં દોડ, કૂદ, ફેક, લીંબુચમચી, ખો-ખો,કબડ્ડી,ક્રિકેટ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હળવદ: હળવદ શહેરના સરા રોડ પર આવેલ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમતોત્સવ ૨૦૨૦ નું રમશે સદભાવના.. જીતશે સદભાવના.. ની થીમ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંકુલના ૧૩૧૯ વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો.

બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે તાજેતરમાં જ હળવદ સરા રોડ પર આવેલ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના… જીતશે સદભાવના…રમતોત્સવ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં દોડ,કૂદ,ફેક,લીંબુચમચી, ખો-ખો,કબડ્ડી,ક્રિકેટ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩૧૯ વિદ્યાર્થીઓ હર્ષભેર ભાગ લીધો હતો.

સાથે સાથે સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ગીરીશભાઈ લકુમ તેમજ દિનેશભાઈ દલવાડી સ્કૂલના આચાર્ય પ્રવીણ ભાઈ કણજરીયા નંદલાલભાઇ જાંબુકિયા એ તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી ઉત્સાહમાં વધારો કર્યો હતો રમતોત્સવનું સફળ સંચાલન ચંદ્રકાંત ભાઈ કણજરીયા એ કર્યું હતું તેમજ રમતોત્સવને સફળ બનાવવા તમામ ગ્રુપના કોચ અને શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

- text