મોરબી : જે. એ. પટેલ મહિલા કોલેજની NSS શિબિર દ્રારા ચાંચાપર ગામના બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અપાયુ

- text


મોરબી : ગઈકાલે તા.૦૮/૦૧/૨૦૨૦ના રોજ મોરબીની પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજની એન.એસ.એસ. શિબિર ચાંચાપર ગામમા રેવાબેન પટેલ સમાજ ખાતે યોજાયેલ હતી. જેમા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે માબૅલિંગ, બ્લોક પેઈન્ટીગ, વેજીટેબલ પેઇન્ટિંગ તેમજ શાકભાજી, પાન તેમજ દોરાથી અલગ-અલગ પ્રિન્ટ તૈયાર કરી અનેક નમુનાઓ બનાવીને દેખાડવામાં આવ્યા હતા. બાદમાં બાળકો પાસે પણ બનાવવામા આવ્યા હતા. આ નમુના બનાવીને બથૅ ડે કાડૅ કે કવર બનાવી શકાય તે વિષયક માહિતી પણ હોમ સાયન્સના હેડ પ્રા. દક્ષાબેન પટેલ દ્રારા આપી માગૅદશૅન પુરુ પાડવામા આવ્યુ હતું. તેમજ આ સિવાયના બીજા પણ અનેક નમુનાઓ બનાવીને પ્રા. મંજુલાબેન દેસાઈ તેમજ દક્ષાબેન પટેલના માગૅદશૅન હેઠળ હોમ સાયન્સની બહેનો નમુના પણ તૈયાર કરીને બતાવી ગમ્મત સાથે જ્ઞાન પુરુ પાડવામા આવ્યુ હતુ.આ ઉપરાંત, ભુલકાઓને એન.એસ.એસના વિદ્યાર્થી ઓ તેમજ પ્રા. મોનીકાબેન મારવણિયા દ્રારા મ્યુઝિક સાથે મનોરંજન પુરુ પાડી, બાળકોને જુદી -જુદી રમત રમાડી મનોરંજન પુરુ પાડવામા આવ્યુ હતું. આ તમામ કાર્યક્રમો પુરા થાય ત્યા સુધી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ તેમનો પુરો સ્ટાફ પણ હાજર રહ્યા હતા અને આ સમયે ચાંચાપર ગામના ઉધોગપતિ અને સમાજ સેવક એવા પ્રવીણભાઈ દ્રારા સ્કુલના બાળકો તેમજ NSSના બહેનોને નાસ્તો કરાવી આનંદની લાગણી વરસાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન NSSના પ્રોગ્રામ ઓફિસર પ્રા. વનિતા કગથરાએ કર્યું હતું.

- text