હળવદ : ૧૫ દિવસમાં પાક વીમો ચુકવવાની માંગ સાથે ખેડૂતોનું મામલતદારને આવેદન

- text


હળવદ તાલુકાના ખેડૂતો એ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ૧૫ દિવસમાં પાક વિમો આપવા કરી માંગ

હળવદ: પાછલા કેટલાક દિવસોથી ખેડૂતોએ પ્રીમિયમ ભર્યું હોવા છતાં પણ વીમા કંપનીઓ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં પણ ખેડૂતોને મળવાપાત્ર પાકવીમો નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો તાલુકા જિલ્લા અને છેક ગાંધીનગર સુધી આંદોલનો કરી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે જય આવેદનપત્ર આપી ૧૫ દિવસમાં પાક વીમો આપવાની માંગ કરી છે

આજરોજ હળવદ ખાતે શહેર તેમજ ગ્રામ્યના ખેડૂતોને પાક વીમો નહીં મળતા હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસમાં પાક વીમાની ચૂંટણી કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ જો ૧૫ દિવસમાં પાક વીમાની ચુકવણી નહીં કરવામા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

- text

સાથે સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક વીમા કંપનીના જે નંબર આપવામાં આવ્યા છે તેના પર નિયત સમયમાં જ અરજીઓ કરવા છતાં પણ નોટિસો આપવામાં આવે છે જેથી હવે વીમા કંપની દ્વારા વહેલી તકે ખેડૂતોને પોતાના હકનો પાકવીમો ચુકવે નહિતર હવે અમારી ધીરજ ખોટી છે.

- text