મોરબોના ટીંબડીના પાટિયા પાસે ટ્રકની હડકેટે શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબોના ટીંબડીના પાટિયા પાસે ટ્રકની હડકેટે શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તા.૬ ના રોજ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ માળીયા મોરબી નેશનલ હાઇવે રોડ ટીંબડી પાટીયા હીલસન હોટલની સામે રોડ ટ્રક નંબર GJ-03-AX-5145 ના ચાલકે નંદલાલ સોમાભાઇ પુરતી ઉવ-૩૫ રહેવાસી હાલે ટીંબડી ગામની સીમ ઓએસીસ સિરામીક એલ.એલ.પી. કારખાનામાં લેબર કવાર્ટરમાં તાલુકો જીલ્લો મોરબી મૂળ ઝારખંડ વાળાને હડકેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પત્ની ચાંદમની નંદલાલ સોમાભાઇ પુરતીએ ટ્રક ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text