ટંકારા : ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં લાઈફ લિંકસ વિદ્યાલયની કૃતિ પ્રથમ ક્રમાંકે

- text


ટંકારા : ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન જિલ્લા કક્ષાના પ્રદર્શન જી. એમ. કોલેજ ધ્રોલ મુકામે તા. 28-12-2019 એ યોજાયું હતું. જેમાં કુલ 67 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાંથી ટંકારાની લાઈફ લિંકસ વિદ્યાલયએ મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે. આ કૃતિ વિદ્યાર્થી ઉદય અને ધ્રુપલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે માટે શિક્ષક હિતેન સર અને ધર્મ સર દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં માનવી પોતાના કાયૅ ઝડપી અને ઓછા ખચૅમાં પૂણૅ કરવા માટે વિવિધ પ્રકારના સાધનોના ઉપયોગ કરતો થયો છે. જેના પરિણામે સાધનોના ઉપયોગ થકી પ્રદૂષણનો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના નિવારણ માટે લાઈફ લિંકસ વિદ્યાલયના વિદ્યાર્થી દ્વારા અદ્ભુત પ્રોજેક્ટ “ફલોર કિલનીંગ મશીન” તૈયાર કરવામાં આવ્યું હતું. આ કૃતિનો હેતુ યાંત્રિક રીતે ઓછા ખર્ચે ટાઈલ્સની સફાઈ કરવા માટેનો છે. આ કૃતિ માટે લાઇફ લિંકસ વિદ્યાલયના પ્રમુખ જયંતિભાઈ બારૈયા તથા ટ્રસ્ટી હિતેન સર અને આચાર્ય મનોજભાઈ તથા સ્ટાફગણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- text