રાજકોટમાં યોજાયેલ મેરેથોન દોડમાં મોરબીની યુ. એન. મહેતા કોલેજની છાત્રા દ્વિતીય સ્થાને

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા મહેતા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીએ રાજકોટમાં યોજાયેલ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આયોજિત ગુજરાતની મેરેથોન દોડ સ્પર્ધા 10 કી.મી.માં ભાગ લીધેલ હતો.

- text

આ મેરેથોન દોડ સ્પર્ધા અંતર્ગત બહેનો 10 કી.મી.ની કેટેગરીની દોડ સ્પર્ધામાં યુ. એન. મહેતા મહેતા આર્ટ્સ કોલેજ – મોરબીની વિદ્યાર્થીની ખિયાણી રજિયાબેન નાસીરભાઈ બીજા ક્રમે વિજેતા જાહેર થયેલ છે. તેમણે 10 કિમી દોડ સ્પર્ધામાં માત્ર 48 મિનિટમાં ટ્રોફી અને રૂ. 7500નો ચેક આપીને સન્માન કરવામાં આવેલ હતું. આ તકે રજિયાબેનએ કોલેજનું ગૌરવ વધારવા બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, રજનીભાઇ મહેતા, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયા તથા સમગ્ર સ્ટાફે બિરદાવીને અભિનંદન પાઠવેલ હતા.

- text