ટંકારાના સરાયા ગામના દક્ષાબેનનું કોમન મેન ફાઉન્ડેશનની આદર્શ માતા કસોટીમા ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


દક્ષાબેનના ચાર વર્ષના પુત્રને ગરુડ પુરાણના શ્લોકો તેમજ અન્ય શ્લોકો કંઠસ્થ

ટંકારા : મોરબીમાં યોજાયેલ કોમન મેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીમાં માતાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું છે તે લેઉવા પટેલ સમાજ માટે અને અન્ય સમાજ માટે ગર્વની વાત છે પણ દક્ષાબેન માતા તરીકે પણ પુત્રનું જતન અને સંસ્કાર સિંચનમાં પણ ઉતિર્ણ થયા તેમ કહી શકાય. કારણ કે દક્ષાબેનના ચાર વર્ષના પુત્રને પણ ગરુડ પુરાણના શ્લોકો તેમજ અન્ય શ્લોકો કંઠસ્થ છે.

ગયા મહિને ડિસેમ્બર-૨૦૧૯માં મોરબીમા કોમન મેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટી – ૨૦૧૯નો ભવ્ય સમારોહ યોજાયો હતો. જેનું આયોજન મોરબીના ખ્યાતનામ ડોકટરો દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં મોરબીની આશરે ૧૫૦૦ માતાઓએ ઉત્સાપૂર્વક ભાગ લીધેલો હતો. આદર્શ માતા કસોટીમાં બાળકોના નિષ્ણાંત ડોકટરો દ્વારા કસોટીમાં માતાઓએ પણ પરીક્ષા આપવાની થતી હોય છે.

આ કસોટીમા લેઉવા પટેલ સમાજની દીકરી દક્ષાબેન મહેશભાઈ ઢેઢી (સરાયા નિવાસી કરશનભાઈ મકનભાઈ ઢેઢીના પુત્રવધૂ અને હડમતીયા ગામના સ્વ. જેરાજભાઈ દેવાભાઈ ડાકા તથા ગ.સ્વ. અનશોયાબેન જેરાજભાઈ ડાકાની મોટી પુત્રી) પ્રથમ ૧૦૦ આદર્શ માતામાથી ૩૫ ક્રમ પર ઉતીર્ણ થયેલ છે. જે બદલ તેમનું સન્માનપત્ર અને ભેટ સાથે અભિવાદન કરવામાં આવેલ હતું.

- text

ગુજરાતીમાં કહેવત છે કે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ આ કહેવતને સાર્થક કરતો તેનો નટખટ પુત્ર “વેદ”ને ચાર વર્ષની નાની ઉંમરે ગરુડ પુરાણના શ્લોકો, ઉપરાંત અન્ય ઘણા શ્લોકો કંઠસ્થ છે. ઘણીવાર એવું લાગે છે કે આપણે ભારતીય/આર્ય સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ પરંતુ જ્યાં સુધી આવી જનેતાઓ છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો ભગવો ધ્વજ અનાદિકાલ સુધી લહેરાતો રહેશે. આ વાત માટે માતા-પુત્ર ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થાય છે.

- text