માળીયા નજીક વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત

- text


માળીયા : માળીયા મીંયાણા નજીક અજાણ્યા વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની માળીયા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદથી માળીયા તરફ આવતા રોડ ઉપર ક્રોનો સીરામીક સામે ખાખરેચી સીમ ઘાટીલા માળીયા મિયાણા પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી રોડ ઉપરથી પગપાળા ચાલીને જતાં અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૪૫ વાળાને વાહનની હડફેટે લઈ માથામા તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડતા તેનું સ્થળપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બળદેવભાઇ નટવરલાલ જોષી રહે. અણીયારી ટોલ પ્લાઝામા, મુળ રહે. આડેસર, તા. રાપર, જી. કચ્છ વાળાએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text