મોરબી : નવયુગ વિદ્યાલયમાં વાલી જાગૃતિ સેમિનાર યોજાયો

- text


મોરબી : ગત તા. 05/01/2020 ને રવિવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ જગતની અગ્રિમ શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલયના વાલીઓ માટે વિશાળ જાગૃતિ સેમિનાર પટેલ સમાજવાડી – શનાળા ખાતે યોજાઈ હતો. જેમાં ધોરણ કે.જી. થી 5 અને ધોરણ 6 થી 11 એમ સવાર-બપોરના બે સેશનમાં થઈને કુલ 1600થી વધુ વાલીઓએ હાજરી આપી હતી.

જેમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ વિદ્યાલયના પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ વિભાબેન કાલરીયા તથા માધ્યમિક પ્રિન્સીપાલ હસમુખભાઈ ધાનજા દ્વારા બોધાત્મક અને મોટીવેશનલ વીડિયો ક્લીપના માધ્યમ દ્વારા વાલી તથા વિદ્યાર્થીઓને મૂંઝવતી સાંપ્રત સમસ્યાઓને સાથે મળીને કઈ રીતે નિવારી શકાય તેમજ વિદ્યાર્થીઓ ભણતરમાં તેની કારકિર્દી કઈ રીતે ઉજવળ બનાવી શકે તેની ચર્ચા થયેલ હતી. પી. ડી. કાંજીયાએ વાલીને પોતાના સંતાનના મિત્ર બની ખુલ્લા દિલથી બધી વાત કરવાની ખાસ વાત કરી.

- text

આ વાલી જાગૃતિ કાર્યક્રમમાં રંજનબેન પી. કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા, નિલેષભાઈ અધારાએ ખાસ હાજરી આપેલ હતી. કાર્યક્રમના અંતે વિશાળ વાલી સમુદાયે સાથે ગરમાગરમ અલ્પાહાર કરી પોતાના સંતાનના ઉજવળ ભાવિ ઘડતર માટે સંકલ્પ કરી છૂટા પડેલ હતા. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ સુપ્રિમો પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર નવયુગ પરિવારે સફળ બનાવેલ હતો.

- text