માળીયા : ચોરાઉ 120 લીટર ડીઝલ ભરેલા કેરબા સાથે એક શખ્સ ઝડપાયો

- text


માળીયા : માળીયા પોલીસે બાતમીના આધારે વાવણીયા પાસે થયેલી ડીઝલની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને માળીયા પોલીસે 120 લીટર ચોરાઉ ડીઝલ ભરેલા ચાર કેરબા સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનની હદમાં ડીઝલ ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી.આ ડીઝલ ચોરીનો ભેદ ઉકેલવા માટે માળીયા પોલીસ સ્ટાફ સી.એચ.કડવાતર ,ભરતભાઇ ગોઢડિયા, કિશોરભાઈ છૈયા સહિતના વાવણીયા પાસે તપાસ કરી રહ્યા હતા.તે દરમિયાન એવી બાતમી મળી હતી કે ,ચોરીમાં ગયેલો ડિઝલનો મુદ્દામાલ બગસરા ગામે રહેતા સોમાભાઈ સવજીભાઈ વાઘેલાના ઘરે રાખેલો છે.આ પ્રકારની બાતમી મળતા પોલીસે બગસરા ગામે આ શખ્સના ઘરે તપાસ હાથ ધરી હતી.અને આ શખ્સના ઘરેથી ચોરીમાં ગયેલ ચાર કેરબમાં ભરેલો 120 લીટર ડિઝલનો જથ્થો કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text