માળિયાના દેવગઢ ગામ નજીક મહિલાનો મૃતદેહ મળ્યો

- text


માળિયા : માળિયા તાલુકાના દેવગઢ અને જાજાસર ગામ પાસે મોહનભાઇ સામાભાઈના ખેતરમાં બાવળની ઝાડીમાંથી આજે સાંજના અરસામાં અજાણી મહિલાનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ આદરીને મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે. આ બનાવ અંગે તપાસ અધિકારી જે.એમ. વસિયાણીએ જણાવ્યું હતું કે મૃતદેહમાં કોઈ ઇજાના નિશાન મળ્યા નથી. મૃતક મહિલાની ઉમર અંદાજે 30થી 40 વર્ષની છે. હાલ તેની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ આદરી છે.

- text