ખાખરેચી પાસે આરડીસી બેક તથા સહકારી મડળીમાં થયેલા ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાઇ

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ આરડીસી બેક તથા સહકારી મડળીમાં ગુરુવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને આ બેંક તથા સહકારી મંડળીની ઓફિસના તાળા તોડીને મોટો દલ્લો મેળવવા માટે અંદર જઈને ભારે ખાખાખોળા કર્યા હતા.પણ કઈ હાથ ન લાગતા તસ્કરોએ માલસામાન વેરવિખેર કરીને તોડફોડ કરી હતી.આ ચોરીના પ્રયાસ અંગે આજે ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની નામ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર જીતેંદ્રભાઈ રણછોડભાઈ ચૌધરી ઉ.વ.૩૫ ધંધો નોકરી રહે ટકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં ૧૭ વાળાએ ચાર અજાણ્યા મોઢે બુકાના બાંધેલ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા ૩ ના રોજ રાત્રી દરમ્યાન આ કામના ફરીયાદીની આર.ડી.સી બેકના તથા સાહેદ ની ખાખરેચી જુથ સેવા મંડળીના ઓફીસના દરવાજાના તાળા અજાણ્યા આરોપીઓએ તોડી બેકમા તથા સહકારી મંડળીની ઓફીસમા પ્રવેશ કરી ચોરી કરવાની કોશીષ કરીને તેમાં સફળ ન થતા આ બન્ને સંસ્થાની ઓફિસમાં માલસામાન વેરવિખેર અને તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.

- text