મોરબી : પાસના કન્વિનર છેતરપિંડીની વધુ એક ફરિયાદ : ત્રણ સામે રૂ.૧૭.૯૭ લાખની ઠગાઈની ફરિયાદ

- text


પાસના કન્વિનર સામે વધુ એક ટાઇલ્સને બારીબાર વેચી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરના માટેલ નજીક આવેલી સીરામીક કંપની સાથે મોરબી જિલ્લાના પાસના કન્વિનર સહિત ત્રણ શખ્સોએ રૂ.૧૭.૯૭ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.જોકે થોડા સમય પહેલા મોરબી જિલ્લાના પાસના કન્વીનરે સીરામીક કંપનીના ભાગીદારને અંધારામાં રાખી ટાઇલ્સ બરોબાર વેચી નાખી હોવાની મોરબીમાં ફરિયાદ નોંધાઇ છે.આ છેતરપીંડી કેસમાં હજુ તેઓ ફરાર હોય ત્યાં વધુ એક છેતરપીંડીની તેમની સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજેશભાઇ ઇશ્વરભાઇ વિલપરા રહે. કેનાલ રોડ રૂસીકેશ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬૦૧ મોરબી વાળાએ નરેશભાઇ જીવણભાઇ કથરીયા રહે. ઇશ્વરીયા તા. બાબરા જી અમરેલી તથા ધનશ્યામભાઇ કથરીયા રહે. ઇશ્વરીયા તા. બાબરા જી અમરેલી તેમજ મોરબી જિલ્લા પાસના આગેવાન મનોજભાઇ (મનહર) ગોવિંદભાઇ કાલરીયા રહે. મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૨૦/૦૭/૧૭ થી તા.૧૫/૦૯/૧૭ દરમિયાન માટેલ ગામ નજીક આવેલ રોસાટા વીટ્રીફાઇડ સિરામીક કારખાને બનેલા આ બનાવમાં આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવત્રુ રચી ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીના રોસાટા વિટ્રીફાઇડ પ્રા.લી. નામના કારખાનામાંથી આરોપીઓએ વાસુદેવ ટાઇલ્સ ગુરૂકૂપા શોપીંગ સેન્ટર કામરેજ સુરત વાળા નામની પેઢીના નામે કિ.રૂ. ૧૩૬૪૧૪૫ ની તથા વાસુદેવ એન્ટરપ્રાઇજ મોરબીની પેઢીના નામે કિ.રૂ. ૪૩૨૯૮૦ ની ટાઇલ્સની ખરીદી કરી અલગ અલગ જગ્યાએ વેચી વેચાણ કરી બારોબાર ટાઇલ્સના વેચાણની રકમ ઓળવી જઇ ફરીયાદીને ટાઇલ્સની રકમ નહી આપી છેતરપીંડી કરી હતી.જોકે મોરબી જિલ્લાના પાસના કન્વિનર મનોજ કાલરીયા સામે બીજી આ છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text