મિતાણા પાસેના ડેમમાં ડૂબી જતાં આધેડનું મોત

- text


મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગે ડેમમાંથી આધેડની લાશ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડી

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ ડેમમાં ગઈકાલે એક આધેડ કોઈ કરણોસર ડૂબી ગયા હતા.આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને ડેમમાં ડૂબેલા આધેડની લાશને બહાર કાઢીને ટંકારાની હોસ્પિટલમાં ખસેડી હતી.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના છતર ગામે આવેલા કારખાનામાં રહીને મજૂરી કામ કરતા શિવકુમાર બિહારીલાલ ઉ.વ.42 નામનો આધેડ ગઈકાલે મિતાણા ડેમમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા. આ બનાવની આજે જાણ થતાં મોરબીના ફાયર બ્રિગેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ , કાર્તિકભાઈ ભટ્ટ , રતિલાલ , ધર્મેન્દ્રભાઈ ડાભી , વંસતભાઈ પરમાર ,સલીમ નોબે ,હિતેશભાઈ દવે , જયદીપભાઈ અને પ્રકાશભાઈ તથા કાનભા સહિતના સ્ટાફે મિતાણા ડેમ પાસે દોડી જઈને ડેમમાં ડૂબેલા આધેડની શોધખોળ હાથ ધરી હતી અને ફાયર વિભાગે એક કલાકની જહેમતના અંતે આધેડની લાશ બહાર કાઢીને ટંકારા હોસ્પિટલમાં ખસેડી હતી.આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text