ચોરીના કેસમાં છૂટ્યા બાદ તસ્કરે ફરી કસબ અજમાવ્યો ને લોકોના હાથે ઝડપાયા ગયો

- text


હળવદના કડિયાણા ગામે માથક રોડ પર આવેલી દુકાનમાં ચોરી નો પ્રયાસ કરતા શખ્સને ગામ લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

હળવદ: સામાન્ય રીતે ગુનેગારો પોલીસને ઝપટે ચઢ્યા બાદ થોડો ઘણો સુધારો આવતો હોય છે પરંતુ અમુક રીઢા ગુનેગારો ને તો કોઈપણ જાતનો ફેર પડતો હોતો નથી ત્યારે આવો જ એક બનાવ હળવદમાં બનવા પામ્યો છે પોલીસની હાથે ઝડપાયેલો શખ્સ લોકઅપમાં રહ્યા બાદ પણ તેમાં કંઈ સુધારો આવ્યો ન હતો અને પોલીસ મથકે થી છૂટયા બાદ તાલુકાના કડીયાણા ગામ પાસે માથક રોડ પર આવેલ દુકાનનું તાળુ તોડતા ગામ લોકોએ રંગેહાથ ઝડપી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો

હાલ શિયાળાની સીઝનમાં અને એમાંય ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું છે તેને કારણે તસ્કરો પણ મેદાને આવ્યા હોય તેમ સક્રિય બન્યા છે ત્યારે ચોરીના આરોપમાં હળવદ પોલીસે ઝડપેલા શખ્સ ને લોકઅપમાં રાખ્યા બાદ પણ ભાન આવ્યું ન હતું અને પોલીસ મથકેથી છૂટયા બાદ હળવદ તાલુકાના કડીયાણા ગામ ના માથક જવાના રોડ પર એક દુકાનનું તાળું તોડતા આ શખ્સને ગામ લોકોએ રંગેહાથ ઝડપી લીધો હતો

- text

ઝડપાયેલા શખ્સને ગામ લોકોએ પોલીસ બોલાવી તેઓને સોંપ્યો હતો હાલ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે સાથે જ ઝડપાયેલ શખ્સ નુ નામ બાદશાહ રમજાન ફકીર હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ શખ્સ મૂળ હળવદના ભવાની નગરનો અને હાલ મોરબી રહે છે તેને હળવદ માંથી પણ બાઈક ની ચોરી કરી હોવાનું જાણવા મળે છે

- text