મોરબીમાં 6 હજારથી વધુ વિધાર્થીનીઓએ નવા વર્ષના આરંભે પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પ લીધા

- text


જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીનીઓએ પૃથ્વીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા કટિબદ્ધ થવાના શપથ લીધા

મોરબી : આજથી 2020ના નવા વર્ષનો ઉદય થઈ ગયો છે. ત્યારે નવા વર્ષના આરંભે દરેક લોકો પોતા પોતાની રીતે નવા વર્ષમાં સંકલ્પ લેતા હોય છે. ત્યારે મોરબીની જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીનીઓએ સમગ્ર જન સમુદાયના હિતમાં સંકલ્પ લીધો છે. જેમાં આ કોલેજની આશરે 6 હજારથી વધુ વિધાર્થીનીઓએ નવા વર્ષના આરેભે પૃથ્વીને પ્રદુષણ રહિત બનાવવાના દ્રઢ સંકલ્પ લીધા હતા. પ્લાસ્ટિક સમગ્ર જીવ સૃષ્ટિ માટે ખતરનાક છે. પ્લાસ્ટિકના વપરાશથી સમગ્ર પૃથ્વીના પ્રદુષણને ગંભીર પ્રકારનું નુકશાન કરે છે. તેનાથી વિનાશનો મોટો ખતરો રહે છે.આથી જોખમી પ્લાસ્ટિકના વેચાણ અને જાહેર વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં પણ પ્લાસ્ટિકનો જાહેરમાં વેચાણ અને ઉપયોગ થાય છે. તે સૌથી મોટી ગંભીર બાબત છે ત્યારે મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજે સમગ્ર જન સમુદાયના હિતમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે નવતર પહેલ કરી હતી અને આજે નવા વર્ષના આરંભે આ કોલેજની વિધાર્થીનીઓએ દ્રઢ સંકલ્પ કર્યો હતો કે, આવનારા દરેક વર્ષોમાં અમે પૃથ્વીને પ્લાસ્ટિકના પદુષણથી મુક્ત કરવા કટિબદ્ધ બનીએ છીએ તેવા શપથ લીધા હતા.

- text

જોકે પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓનો વપરાશ બાદ જાહેરમાં આ પ્લાસ્ટિકનો કચરો ફેકવાથી પૃથ્વીનું અધઃપતન થતું હોવાની ગંભીર બાબતે વિધાર્થીનીઓનું ધ્યાન દોરીને સિગ્નલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવા તેમને સમજાવવામાં આવી હતી. તેથી, આ કોલેજની આશરે 6 હજારથી વધુ વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટિક મુક્તિના દ્રઢ સંકલ્પ લીધા હતા. તેથી, વિધાર્થીનીઓના આ પ્રયાસોને કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન રોહન રાંકજા અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી તથા ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા સાહિતનાએ બિરદાવ્યા હતા.

- text