હળવદ : જો આજે રાત્રે નશો કર્યો તો રાત વિતાવી પડશે લોક-અપમાં!!!

- text


હળવદ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરી નશાખોરોને લોક-અપમાં ધકેલાશે

હળવદ : આજે દેશ-દુનિયામાં નવા વર્ષ એટલે કે વર્ષ 202 ને આવકારવા નાનીથી લઈને મોટી વયના લોકો અને ખાસ કરીને યુવાહૈયાઓ થનગની રહ્યા છે. એવામાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઉજવણીઓમાં યુવાઓમાં નશાનું ચલણ ખુબ વધી રહ્યું છે. જેને કારણે નશામાં મારામારી, હત્યા, તોડફોડ સહિતના બનાવો બનતા પોલીસ ધંધે લાગી જતી હોય છે. આજની રાતે પણ હળવદ શહેર અને આસપાસના કેટલાક વિસ્તાર, હોટેલો અને ફાર્મ હાઉસોમાં નવા વર્ષને આવકારવા યુવા હૈયાઓ ઝુમવાના છે, ત્યારે નવા વર્ષને જોમથી આવકારવા સુધી ઠીક છે. પણ જો શરાબી બની “ઝૂમ બરાબર ઝૂમ” તો ખેર નથી એટલા માટે કે મોરબી જીલ્લા પોલીસ વિભાગ દ્વારા આ અંગેનો તૈયાર કરેલ એક ચોક્કસ એક્શન પ્લાન મુજબ આવા નશાખોર, યુવતીઓની છેડતી કરનારાઓને ઝડપી પાડવા ખાસ ટીમો કાર્યરત રહેશે.

- text

હળવદના પી.આઇ. સંદીપ ખાંભલાએ કહ્યું કે લોકોની સુરક્ષા માટે અમે તૈનાત છીએ. પણ ઉત્સાહનો ઉન્માદ અતિરેકમાં ના પ્રવર્તે તેનું પણ ખાસ યુવાઓએ ધ્યાન રાખવું પડશે. આજે રાત્રીના તમામ જગ્યાએ પોલીસ જવાનો બ્રેથ એનલાઈઝર મશીનો સાથે તૈનાત થઇ જશે. જેના દ્વારા નશો કર્યો છે, કેમ તેની તપાસ કરવામાં આવશે અને જો કોઈ નશો કરેલા જણાઈ આવશે તો કોઈપણની સેહ શરમ રાખ્યા વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, પોલીસના માણસો સિવિલ ડ્રેસમાં તૈનાત રહેશે અને તેઓ પણ જે લોકોનું બ્રેથ એનલાઈઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવશે. આમ, આજે જો તમે નશો કરવાની તૈયારી કરતા હોવ તો અત્યારથી જ ચેતી જજો નહિતર નવા વર્ષની રાત પોલીસ લોકઅપમાં વિતાવવાનો વારો આવશે.

- text