મોરબીમાં માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર નરાધમ ત્રણ દિવસના રિમાન્ડ પર

- text


ચોકલેટની લાલચ આપીને નરાધમે અધમ કૃત્ય આચર્યું હતું : રિમાન્ડ દરમિયાન આરોપીની વિશેષ પૂછપરછ કરાશે

મોરબી : મોરબી નજીક સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતિની 7 વર્ષની માસુમ બાળકી ઉપર થોડા દિવસો પહેલા તે જ ફેકટરીમાં કામ કરતા એક શ્રમિકે હેવાનીયતભર્યુ દુષ્કર્મ આચર્યું હતું.આ હેવાનીયતભર્યું કૃત્ય કરનાર નરધમને પોલીસે ઝડપી લીધા બાદ તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text

મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીની ઓરડીમાં રહીને કામ કરતા શ્રમિક દાંપતિની 7 વર્ષની માસુમ પુત્રી ગત તા.27 ના રોજ બપોરના સમયે તેની ઓરડીની બહાર રમતી હતી.તે સમયે આ ફેકટરીમાં મજૂરી કામ કરીને ત્યાં જ અન્ય ઓરડીમાં રહેતો મૂળ મધ્યપ્રદેશનો વતની મોહરસિંગ ઉર્ફે મામૂ નામના એક મજુરે આ બાળકી પર નજર બગાડી હતી.કદાચ એ શખ્સે બાળકીને ચોકલેટ આપી દેવાની લાલચ આપીને પોતાની ઓરડીમાં લઇ જઈને પીખી નાખી હતી બાદમાં શ્રમિક દંપતીને પોતાની પુત્રી ગુમ થતા તેની શોધખોળ કરતો કરતો આ શખ્સની ઓરડીમાં પહોંચ્યો હતો.જ્યાં આ હેવાન શખ્સે વાસનામાં અંધ બનીને પુત્રી જેવડી ઉંમરની માસુમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું હતું.જોકે બાળકીને આ નરાધમે ગંભીર ઇજા કરી હોવાથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.બાદમાં બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી ધરપકડ કરી હતી .દરમિયાન આ દુષ્કર્મના આરોપીને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

- text