મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમા સ્પોર્ટ્સ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


૩૫૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો : દરેક ગેઈમમા વિજેતા કુલ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા

મોરબી : વિવિધ પ્રકારની વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા તેમજ તેમની શુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા શિક્ષણ સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમોનુ હરહંમેશ આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત તાજેતરમા મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીક નુ આયોજન કરવા મા આવ્યુ હતુ.

- text

જેમાં બી.કોમ., બી.બી.એ., બી.એ., બી.સી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ., એલ એલ.બી. સહીતની વિદ્યાશાખાઓના કુલ ૩૫૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ વિવિધ ઈનડોર-આઉટડોર ગેઈમ જેવી કે ચેસ, કેરમ, મેમરી ગેઈમ, વન મિનીટ, નેઈલ આર્ટ, સલાડ ડેકોરેશન, બ્રાઈડલ કોમ્પીટીશન, રંગોળી, પેઈન્ટીંગ, ૧૦૦-૨૦૦-૪૦૦ મી. રેસ, ગોળા ફેંક, રસ્સા ખેંચ, વોલીબોલ, ક્રિકેટ, બોલ આઉટ, મિસ ઓમવીવીઆઈએમ સહીતની સ્પર્ધાઓમા ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. જેમા દરેક ગેઈમમા વિજેતા કુલ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી નારૂભા જેઠવા, સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, મોરબી બાર એસોશિયેશ પ્રેસિડન્ટ શ્રી દીલીપ ભાઈ અગેચણીયા સહીતના મહાનુભવો એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text