માળીયા (મી.)માં વસ્તુ ખરીદવા નીકળેલી મહિલા ગુમ

- text


માળીયા (મી.) : માળિયા (મી.)ની ભિમસર ચોકડી પાસે આવેલ એરકોન સિરામીકમાં કામ કરતા મજુરના પત્ની ગુમ થઈ ગયા છે.

- text

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 26ના રોજ સવારે 8 વાગ્યા આસપાસ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ માળીયા (મી.)ના એરકોન સિરામીકમાં મજુરી કામ કરતા રામસીંગ ટેટિયા (ઉ.વ. 27)ના પત્ની સુનીતાબેન (ઉ. વ. 26) ચીજવસ્તુ લેવા જાવ છું, તેમ કહીને નીકળ્યા પછી પરત ફર્યા નહતા. તેથી, રામસીંગભાઈએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પોલીસે સુનીતાબેનની શોધખોળ હાથ ધરી છે.

- text