મોરબી : HSCમાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ એલ. કે. સંઘવી કન્યા શાળાનું સન્માન

- text


જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સન્માન

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં વર્ષ 2019ની SSC બોર્ડ અને HSC બોર્ડમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું હતું. જે માટે મોરબી જિલ્લાના આચાર્ય સંઘના શૈક્ષણિક વહીવટી સેમિનાર દરમિયાન ધો. 12 સામાન્ય પ્રવાહમાં શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયે 97.62% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની છાત્રા ખુશી દિપેશભાઈ મહેતાએ આચાર્ય સંતાનમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત કે. કે. શાહ વિધાલયનો ધો. 10માં દ્વિતીય ક્રમાંક તથા વી. એસ. શાહ વિદ્યાલયનો વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

- text