મોરબીની કોમનમેન ફાઉન્ડેશનને આદર્શ માતા કસોટીના આયોજન બદલ મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી

- text


મોરબી : મોરબીની કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે બદલ સંસ્થાને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી છે.

- text

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શુભેચ્છા પાઠવતા જણાવ્યું, “કોમનમેન ફાઉન્ડેશન દ્વારા કસોટીનું આયોજન આવકાર્ય છે. માતાઓ બાળઉછેરના જ્ઞાનથી સમૃદ્ધ બને, વૈજ્ઞાનિક અભિગમ અપનાવે અને તેના થકી ભારતનું ભાવિ તંદુરસ્ત બને તેવા ઉદ્દેશ સાથે આયોજિત કાર્યક્રમની બહોળી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. વિજેતા બનનાર અને ભાગ લેનાર સમૂહ માતાઓ, આયોજકો અને દાતાઓને અંતઃકરણપૂર્વકના અભિનંદન.”

- text