મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કાનુની સહાયક સ્વયંસેવકની નીમણૂંક કરાશે

- text


તા. ૨૨-૧-૨૦૨૦ પહેલા ફોર્મ ભરી પરત કરવાના રહેશે : કાનુની સહાયક સ્વયંસેવકને માનદ વેતન ચૂકવવામાં આવશે.

મોરબી : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, મોરબી દ્વારા સમાજના જરૂરીયાત મંદ લોકોને વિના મુલ્યે કાનુની સહાય તથા સલાહ મળી રહે તે હેતુસર પેરા લીગલ વોલીએન્ટર (કાનુની સહાયક સ્વયંસેવક) તરીકે સેવા પુરી પાડવા મોરબી જિલ્લામાં તથા તાબાના તમામ તાલુકામાં પેરા લીગલ વોલીએન્ટર (કાનુની સહાયક સ્વયંસેવક)ની નિમણુંક કરવામાં આવશે.

આ સેવા આપવા માટે રસ ધરાવતાં નિવૃતી સરકારી કર્મચારીઓ, નિવૃત શિક્ષકો, ડૉકટર્સ, નોન પોલીટીકસ NGO ના સભ્યો, લો કોલેજના વિદ્યાર્થીઓ, MSW ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વિદ્યાશાખાના સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વેચ્છાપૂર્વક સમાજસેવા કરવામાં રસ ધરાવતા હોય, તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, મોરબી તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ, સીવીલ કોર્ટ, મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા મીયાણા ખાતેથી મેળવી તા. ૨૨-૦૧-૨૦૨૦ સુધી પરત જમા કરાવવાના રહેશે. પેરા લીગલ વોલીએન્ટર (કાનુની સહાયક સ્વયંસેવક)ને કામગીરી મુજબ નક્કી કરાયેલ માનદવેતન ચૂકવવામાં આવશે.

- text

વધુ માહિતી માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, મોરબી તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ, સીવીલ કોર્ટ, મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા મીયાણાનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text