મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું ભવ્યાતિભવ્ય આયોજન

- text


મોરબી જિલ્લાની 1400 માતાઓ કસોટી આપશે : પ્રથમ ઈનામ મેળવનારને રૂપિયા સવા લાખનો સોનાનો તાજ

મોરબી : છેલ્લા છ મહિનાથી કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રીતે બાળ ઉછેર કેવી રીતે કરી શકાય? એ માટે આદર્શ માતા કસોટીની તૈયારી રજીસ્ટ્રેશનની કામગીરી થઈ રહી હતી. એ અનુસંધાને 1400 એક હજાર ચારસો બહેનો કે જેમનું એક બાળક સાત વર્ષથી નાનું છે, એવી માતાઓએ પરીક્ષા આપવા માટે પુર જોશમાં તૈયારી કરેલ છે. કસોટીનો અભ્યાસ ક્રમ ડો. સતીશ પટેલની બુક “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકના આધારે માતાઓ માટે ત્રણ તબક્કામાં કસોટીનું આયોજન થયું છે.

જેનો પ્રથમ તબક્કો તા.22.12.19 ના રોજ સવારે 8.00 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં મોરબીમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે મોરબી અને માળીયાની બહેનો પોતાના બાળકને લઈને આવશે. ઓરપેટ વિદ્યાલય ખાતે ટંકારાની બહેનો પોતાના બાળકોને લઈને આવશે. હળવદ એચ.ઈ.એસ. સ્કૂલ, આઈ.ટી.આઈ.ની બાજુમાં સરા રોડ ખાતે પોતાના બાળકને લઈને આવશે અને વાંકાનેરની બહેનો જ્ઞાનગંગા સ્કૂલ, ગાયત્રી મંદિર રોડ ખાતે પોતાના બાળકને લઈને આવશે. આમ જે તે તાલુકામાં 1400 જેટલી બહેનો પોતાના બાળકનું પીડિયાટ્રિક ડોકટર પાસે હેલ્થ ચેક અપ કરાવશે અને વસ્ત્ર પરિધાન સ્પર્ધામાં ભાગ લેશે. આ બંને સ્પર્ધાના 30 માર્ક બાળકની માતાના કસોટીમાં ઉમેરવામાં આવશે ત્યારબાદ ઉપર મુજબના સ્થળે જે તે તાલુકામાં જ તમામ 1400 માતાઓની તા.25.12.19 ના રોજ નાતાલના દિવસે સવારે 10.00 થી 11.30 વાગ્યા સુધી 70 સિત્તેર માર્કની લેખિત કસોટી લેવામાં આવશે. તે જ દિવસે બધા જ પેપરો ચકાસી પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામના આધારે સમગ્ર મોરબી જિલ્લાની 1400 બહેનો તા.29.12.19 ના રોજ બપોરે 3.30 વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે હાજર રહેશે. સમગ્ર મોરબીની જનતા માટે જાહેર કાર્યક્રમમાં પ્રથમ ઈલેવન અને ફર્સ્ટ હન્ડ્રેડ બહેનોની જાહેરાત કરવામાં આવશે. જે પૈકી પ્રથમ ઈલેવનને જાહેર સ્ટેજ ઉપર બેસાડવામાં આવશે અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોકટરો દ્વારા મૌખિક પ્રશ્નો પૂછવામાં આવશે. ત્રણ રાઉન્ડના અંતે ફર્સ્ટ ફાઈવ બહેનો સિલેક્ટ થશે એ ફર્સ્ટ ફાઈવ બહેનોને ડોકટરો દ્વારા લાંબા પ્રશ્નો પૂછવામાં આવશે, બાળવાર્તા કહેવડાવવામાં આવશે, હાલરડું ગવડાવવામાં આવશે, એના આધારે મોરબી જિલ્લાની “આદર્શ માતા” નક્કી કરવામાં આવશે.

- text

જે સ્પર્ધક ફર્સ્ટ આવશે એને રૂપિયા સવા લાખનો બ્યુટી કવીન જેવો તાજ પહેરાવવામાં આવશે. ફર્સ્ટ રનર્સ અપ માતાને સોનાનો ચેન બાકીના 3 થી 11 નંબર સુધી પણ સોનાના ઈનામો આપવામાં આવશે અને 100 સુધી નંબર પ્રાપ્ત કરનાર બહેનોને રૂપિયા 1000 એક હજારનું ઈનામ અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આમ કુલ રૂપિયા 350000/- સાડા ત્રણ લાખના ઈનામો આપવામાં આવશે. જેના દાતા ડોકટરો છે, મોરબીમાં આદર્શ માતા કસોટીનો રૂપિયા 1100000/ અગિયાર લાખના ખર્ચે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ભવ્ય પ્રકલ્પમાં સિમ્પોલો સીરામીક તરફથી રૂપિયા 125000/- એક લાખ પચીસ હજાર અને રાજકોટની સીનર્જી હોસ્પિટલ તરફથી રૂપિયા 51000/- એકાવન હજારનું યોગદાન પ્રાપ્ત થયેલ છે.

- text