બાઇક ચાલકને બચાવવા જતા કાર જમ્પ કરીને રોડ ડિવાઈડરની જાળી પર ચડી ગઈ

- text


મોરબી : માળીયા ફાટક પાસે સર્કિટ હાઉસ જવાના રસ્તે આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

- text

માળીયા ફાટક પાસે સર્કિટ હાઉસ જવાના રસ્તે આજે વહેલી સવારે બાઇક ચાલકને બચાવવા જતા એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર જમ્પ મારીને રોડ ડિવાઈડરની ઊંચી જાળી પર ચડીને લટકી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો એકઠા થઇ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જાળી પર લટકેલી કાર જોવા માટે અને મોબાઈલમાં વિડિઓ લેવા માટે લોકોનો જમાવડો થયો હતો. વિચિત્ર હાલતમાં લટકેલી કાર જોઈ લોકો તરહ તરેહની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કારની હાલત જોતા કારમાં સવાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે એવું અનુમાન લોકો કરતા હતા પણ સદનસીબે કાર સવાર લોકોને ખાસ ઇજા પહોંચી ન હતી. બાદમાં કારને ડિવાઈડરની જાળી પરથી ઉતારવા માટે ક્રેન બોલાવવી પડી હતી. થોડો સમય માટે થયેલો ટ્રાફિક જામ કાર સાઈડમાં લેવાતા ક્લિયર થયો હતો.

- text