નાગરિકતા બિલ વિરોધમાં વાંકાનેર પાલિકાના ચાર સભ્યોના બસપા પક્ષમાંથી રાજીનામાં

- text


બસપાના સુપ્રીમોના બેવડા વલણ સામે રાજીનામાં આપ્યા હોવાની જાહેરાત

વાંકાનેર : નાગરિકતા બિલ પસાર થવા મામલે રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે આ બિલ મામલે બસપાના સુપ્રીમોએ જે વલણ દાખવ્યું છે, તેના વિરોધમાં વાંકાનેર પાલિકાના ચાર સભ્યોએ બસપા પક્ષમાંથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે.

- text

નાગરિકતા કાયદો યાને સીએચ સીટીઝનશિપ સુધારી કાયદો એટલે કે નેશનલ રજી. ઓફ સીટીઝનનો અમલ કરવા મુદ્દે સુપ્રીમો માયાવતીએ લોકસભા અને રાજ્યસભામાં ભાજપ સરકારને બચાવવા માટે તથા ભાજપ સરકારને આ કાયદાનો અમલ કરવા જેવી રીતે વોકઆઉટ કર્યું હતું. તે ડબલ ડેકર પણું સાબિત કરે છે. આ બન્ને કાયદાનો વાંકાનેર નગરપાલિકાના બીએસપી પક્ષના ચૂંટાયેલા વોર્ડ નંબર 4 ના સદસ્યો જાકિર બ્લીચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા, વિજયાબેન સારેસાએ વિરોધ કરી બસપા પક્ષમાંથી રાજીનામાં આપવાની જાહેરાત કરી છે અને આ બાબતની પ્રદેશ પ્રમુખ તથા બસપાના સુપ્રીમોને જાણ કરી છે. તેમજ ભાજપ સરકારના કાળા કાયદાને વખોડી કાઢીને વિરોધમાં આ રાજીનામાં આપ્યા હોવાનું જણાવ્યું છે.

- text