ઊંઝામાં લક્ષ ચંડી મહાયજ્ઞ નિમિત્તે મોરબીના ઓરેવા ગ્રુપ દ્વારા ઈ-બાઈક પ્રોડકટ પર ખાસ ડિસ્કાઉન્ટ

- text


ઊંઝા એક્ઝિબિશન ખાતે બાઈક બુક કરાવનારને જ મળશે આ સ્કીમનો લાભ

મોરબી : મહેસાણા જિલ્લાના ઊંઝામાં ‘ઉમિયા નગર’ ખાતે પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આવતીકાલે તા. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી યોજવામાં આવેલ છે. એક અંદાજ પ્રમાણે 800 વીઘા જમીન પર ફેલાયેલ આ રૂડા અવસર માં આશરે ૪૫ થી ૫૦ લાખ શ્રદ્ધાળુઓ ઉમળકાભેર ભાગ લેશે.

- text

વિશાળ ફલક પર આયોજિત માતા ઉમિયાજીના આ દિવ્ય અને રૂડા અવસર નિમિત્તે સહભાગી થવા માટે મોરબી સ્થિત વિશ્વ વિખ્યાત ઓરેવા ગ્રુપે તેમની ઈ-બાઈક પ્રોડક્ટ પર રૂપિયા 5000 સુધીના ડિસ્કાઉન્ટ કુપનની સ્કીમ જાહેર કરેલ છે. આ સ્કીમનો લાભ ખાસ માતાજીના દિવ્ય અને રૂડા અવસર પૂરતો જ સીમિત છે. તેમજ ઊંઝા એક્ઝિબિશન ખાતે બાઈક બુક કરાવનારને જ આ સ્કીમનો લાભ મળશે. ઓરેવા ઈ-બાઈકનું સંપૂર્ણ ડિસ્પ્લે અને ટેસ્ટ ડ્રાઈવ ઓટો મોબાઇલ સેન્ટર Dome-Bની સામે ગોઠવેલ છે. ઈલેક્ટ્રીક બાઈક ખરીદવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિઓ માટે આ એક અમૂલ્ય અવસર છે.

- text