મોરબી : ઓનલાઈન ટ્રાન્જેક્શન બાદ યુવકના બેંક ખાતામાંથી આપોઆપ પૈસા ઉપડી ગયા!

- text


મોરબી : મોરબીમાં એક યુવકે ઓનલાઈન ટ્રાન્જેક્શન કર્યા બાદ તેના ખાતામાંથી આપમેળે પૈસા ઉપડી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવકે એસપીને રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મોરબીના લાઇસન્સનગરમાં રહેતા રવીકુમાર બધેલ નામના યુવકે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી કે તેને તા. 14/12/2019ના રોજ ઓનલાઈન પાંડા નામની વેબસાઈટ ઉપરથી ઘડિયાળનો ઓર્ડર કર્યો હતો. પરંતુ આ ઘડિયાળ ન પહોંચતા તા.15/12/2019ના રોજ તેમના હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરતા તેઓએ એક લિંક મોકલી આપી હતી. જે ઓપન કરતા રૂ. 9 જમા કરાવવાનું જણાવાયું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે પેમેન્ટ કરી દીધું હતું. આ પેમેન્ટ બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી કર્યું હતું. ત્યારબાદ ખાતામાં રહેલ રૂ. 8200ની રકમ આપોઆપ કપાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે હાલ ડિજિટલાઈઝેશનનો યુગ છે માટે પોતાનું કામ સરળ બનાવવા માટે ઓનલાઈન સવલતોનો ઉપયોગ કરવો આવશ્યક છે. પરંતુ આ વેળાએ ચેતવું પણ જરૂરી બને છે.

- text

- text