મોરબી નગરપાલિકાનો એકાઉન્ટન્ટ હેડ ડમડમ હાલતમાં ઝડપાયો

- text


પોલીસે લોકપની હવા ખવરાવી નશો ઉતાર્યો

મોરબી : ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે જે હકીકતથી હવે તો સહું કોઈ વાકેફ છે. દારૂબંધીનો 100 ટકા અમલ ક્યારેય પણ શક્ય બન્યો જ નથી એ પણ સહુ કોઈ જાણે છે. સમાજના નિમ્નવર્ગથી માંડીને મધ્યમવર્ગ, ઉચ્ચતર મધ્યમવર્ગ, શ્રીમંતવર્ગ સહિત સરકારી નોકરિયાતો પણ આ દુષણમાં સપડાયેલા છે. ત્યારે મોરબીમાં નગરપાલિકામાં ઉચ્ચ હોદ્દો ભોગવતા એક કર્મચારીની દારૂ પીને છાંટકાવેડા કરતા પોલીસે અટકાયત કરતા ચકચાર મચી ગઇ છે.

મોરબી સીટી. એ.ડીવી. પોલીસ મથક વિસ્તારમાં આવેલી સતવારા સમાજની વાડી પાસેના પરસોત્તમ ચોકમાંથી ડોલરભાઈ હરિપ્રસાદભાઈ જોષી નામના શખ્સને જાહેરમાં દારૂ પીને નીકળતા પોલીસે તેની અટકાયત કરી છે.

- text

33 વર્ષની ઉંમરના ડોલરભાઈ જોષી નવલખી રોડ પર કુબેરનગર 3માં રહે છે અને નગરપાલિકામાં હેડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આવા મહત્વના અને જવાબદારી વાળા હોદ્દા પર ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીને જાહેરમાં બકવાસ કરતા નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. કેફી પીણું ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં તેમજ કોઈની સાથે બેસીને મહેફિલ જમાવી હતી જેવા સવાલોના જવાબ મેળવવા માટે પ્રોહી.કલમ 66 (1)B, 85-1 મુજબ ગુન્હો નોંધી મૂળ રહે. ખેડબ્રહ્મા, જી. બનાસકાંઠાના શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. નગરપાલિકાનો એકાઉન્ટન્ટ પીધેલો પકડાતા પાલિકામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

- text