મોરબી જિલ્લાના પ્રા. શિક્ષકો દ્વારા પડતર પ્રશ્ને 21મીએ કલેકટર કચેરી સામે ધરણા

- text


વિવિધ પ્રશ્ને શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો : ધરણામાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે

મોરબી : મીરબી જિલ્લાના પ્રાથમીક શિક્ષકોએ પડતર પ્રશ્ને 21મીએ કલેકટર કચેરી સામે ધરણા કરવાનું એલાન આપ્યું છે. જેમાં વિવિધ પ્રશ્ને શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડીને આ લડત ચલાવની જાહેરાત કરી છે. આ ધરણામાં મોટી સંખ્યામાં શિક્ષકો ધરણાંમાં જોડાશે.

સરકાર શિક્ષકોને વિવિધ કામોમાં જોતરી દઈને વિવધ ટીમો બનાવી શિક્ષકો પર સતત કમગીરીનું મોનિટરિંગ કર્યા રાખે છે, પણ જ્યારે શિક્ષકોના, કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલીઓ ઉકેલવામાં ઉદાસીનતા દાખવે છે,આંખ આડા કાન કરે છે.શિક્ષકોના કેટલાક પ્રશ્નો કેટલીક માંગણીઓ વર્ષોથી વણ ઉકેલી પડી છે. જેમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી, તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકોને સમાનરૂપે લાગુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી.પરીક્ષા પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા, તા.30.6.16 પછી મુદત વધારવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.4200/-ગ્રેડ પે ચાલુ રાખવા,એસ.પી.એલ. રજા અન્ય જિલ્લાની જેમ મંજૂર કરવી, છેવાડાના તાલુકાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોના દશ વર્ષના બોન્ડ નાબૂદ કરવા ,ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવાની વખતોવખત રજૂઆતો કરવા છતાં આ બધા જ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવતો ન હોય ગત તા.30.નવેમ્બરે તાલુકા મથકે મોટી સંખ્યામાં ધરણા કર્યા હતા.

- text

તેમ છતાં પણ સરકાર દ્વારા શિક્ષકોના પ્રશ્નનો ઉકેલવાનો જરા પણ પ્રયાસ કરેલ ન હોય અખિલ ભારતીય શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન મુજબ દરેક તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા મથકે કલેકટર કચેરી સામે આગામી તા.21 ડીસેમ્બર ના રોજ બપોરે 12.00 થી 5.00 વાગ્યા સુધી ધરણા કરશે અને આ ધરણા દ્વારા પોતાની લાગણી અને માંગણી સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ પહોંચાડશે એમ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા પ્રમુખ દિનેશભાઈ આર.હુંબલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીની યાદીમાં જણાવ્યું છે.

- text