ટંકારામાં ગ્રામજનો દ્વારા નિવૃત સૈનિકનું સન્માન

- text


ટંકારા : નેસડા (ખા.) ગામના ખેડૂત દંપતી સ્વ. કેસરબેન અને કાંતિભાઈ ભાડજાના પુત્ર પ્રકાશભાઈ 3 સપ્ટેમ્બર, 2001ના ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે જોડાયા હતા. તેઓએ સૈન્યમાં 18 વર્ષ ફરજ બજાવી દેશની સેવા કરી હતી. નિવૃતી લઇ થોડા દિવસ પહેલા તેઓ માદરે વતન પરત ફર્યા હતા. આ તકે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા, વિક્રમ કાલાવડીયા સહિતના ગ્રામજનોએ તેઓને હારતોરા કરી ભેટ આપી ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા પ્રકાશભાઈનો નિવૃત્તિનું જીવન આનંદમય રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text