વાંકાનેરમાં ગુરુવારે બંધારણ બચાવો રેલી

- text


વાંકાનેર : CAB (CAA) અને NRCના વિરોધમાં ભારતના બંધારણને બચાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા સાહેબના માર્ગદર્શન હેઠળ સામાજિક આગેવાનો દ્વારા “બંધારણ બચાવો રેલી”નું આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલી આગામી તા. 19 ડિસેમ્બરના રોજ સવારે 9:30 કલાકે તાલુકા પંચાયત કચેરી વાંકાનેરથી નીકળશે.

- text

આ રેલીમાં ઈરફાન પીરઝાદા (ઉપપ્રમુખ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, લઘુમતિ સેલ), શકીલ પીરઝાદા (ચેરમેન એ.પી.એમ.સી., વાંકાનેર), યુનુસ શેરસીયા (તાલુકા પંચાયત, વાંકાનેર), ગુલામ પરાસરા (ઉપપ્રમુખ: જિલ્લા પંચાયત, મોરબી), પ્રભુ ભાઈ વિંઝવાડિયા (માજી ઉપપ્રમુખ : જિલ્લા પંચાયત, મોરબી), નવઘણ ભાઈ મેઘાણી (સભ્ય: જિલ્લા પંચાયત, મોરબી), રાજુભાઈ માલકીયા (સભ્ય: જિલ્લા પંચાયત, મોરબી), હરદેવ સિંહ જાડેજા (સભ્ય: જિલ્લા પંચાયત, મોરબી), અકબર ભાઈ બાદી (સભ્ય: જિલ્લા પંચાયત, મોરબી), ઇસ્માઇલ બાદી (પ્રમુખ: તાલુકા સંઘ, વાંકાનેર), ઇબ્રાહિમ વકાલીયા (પ્રમુખ: તાલુકા પ્રોસેસીંગ, વાંકાનેર), મામદ હુસેન કડીવાર (ડિરેકટર: જિલ્લા દુધ સંઘ, રાજકોટ), હસન ભાઈ બક્ષી (ડીરેકટર: જિલ્લા સંઘ, રાજકોટ), બુખારી ભાઈ (ડિરેક્ટર: જિલ્લા ખરીદ વેચાણ સંઘ, રાજકોટ), અરવિંદ ભાઈ અંબાલીયા (ઉપપ્રમુખ: જિલ્લા કોંગ્રેસ, મોરબી), મામદ ભાઈ કડીવાર (પ્રમુખ: જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ, મોરબી), આબીદ ગઢવારા (પ્રમુખ: યુવા કોંગ્રેસ, વાંકાનેર), બોદુ બ્લોચ (પ્રમુખ: શહેર કોંગ્રેસ લઘુમતી સેલ, વાંકાનેર), ઉસ્માન મરડિયા (પ્રમુખ: તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલ, વાંકાનેર) સહિતના લોકો હાજર રહેશે. આયોજકો દ્વારા ભારતના બંધારણ અને આપણાં અધિકારો બચાવવા માટે આ રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવે છે.

- text