મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગંભીર રોગોની સારવાર માટે અદ્યતન યુનિટ ઉભું કરાશે

- text


ઇમરજન્સી વિભાગને વધારી 6 બેડની સુવિધા કરાશે : આઇસીયું ટાઇપની સુવિધા ઉભી કરાશે

મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ગરીબ દર્દીઓ માટે અનેક સુવિધાઓનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડતી હોવાની વારંવાર બુમરાણ ઉઠે છે. ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં સઘન પ્રયાસો હાથ ધરાશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર પ્રકારના રોગોથી પડિતા દર્દીઓની સારવાર માટે અદ્યતન યુનિટ ઉભું કરાશે. હાલના ઇમરજન્સી વિભાગને વધારીને છ બેડની વ્યવસ્થા કરી આઈસીયું અને આઈસોલેટ જેવી સુવિધાઓ ઉભી થશે.રૂ.1.10 કરોડના ખર્ચે એક વર્ષમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાશે.

મોરબીના ગાંધીચોકમાં આવેલી સિવિલ હોસ્પિટલ જિલ્લો બની ગયા બાદ જિલ્લા કક્ષાની આ હોસ્પિટલ બની જતા સમગ્ર જિલ્લાના અનેક દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે.ત્યારે દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.જેમાં સિવિલ હોસ્પિટલમાં હાઇડએફએન યુનિટ ઉભું કરવામાં આવશે જેમાં ગંભીર પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓને સઘન સારવાર કરવામાં આવશે. આ નવું યુનિટ આગળ જ ઉભું કરવામાં આવશે જેના માટે હાલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગને વધારી છ જેટલી બેડની સુવિધા આપવામાં આવશે. આઇસીયું ટાઈપનું યુનિટ બનાવવામાં આવશે.આ ઉપરાંત હોસ્પિટલના પ્રથમ માળે આવેલ ઓપરેશન થિયેટરને વધારી ત્યાં રિવકરી રૂમ બનાવવામાં આવશે.

- text

હોસ્પિટલના બીજા માળે આઈસોલેશન વિભાગ અને ટીબીના દર્દીઓ માટે વિભાગ પણ બનાવવામાં આવશે.અને ત્રીજા માળે પણ સુવિધાઓ વધારાશે.આમ ગ્રાઉન્ડ ફોલર પલ્સ આગળના ભાગે ત્રણ માળમાં સુવિધાઓ વધારવામાં આવશે.આ સુવિધાઓનું કામકાજ એકવર્ષમાં પુર્ણ થાય તેવી શકયતા છે.અને રૂ.1.10 કરોડના ખર્ચે આ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.તેથી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ વધવાથી ગરીબ દર્દીઓને વધુ રાહત થશે.આ કામકાજ હાલ ચાલી રહ્યું છે.

- text