મોરબીની સ્વામી નારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી

મોરબી : મોરબીની સ્વામી નારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રો દ્વારા આજે તા. 14 ડિસેમ્બરના રોજ શાળા ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જે માટે પેઇન્ટિંગ અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં છાત્રોએ ઉર્જા બચાવવા, યોગ્ય ઉપયોગ કરવા જેવા વિષયો પર પેઇન્ટિંગ અને વક્તૃત્વ રજુ કરી હરખભેર ભાગ લીધો હતો. આ તકે શાળા પરિવાર તરફથી છાત્રોને શુભેચ્છા આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.