ટંકારાની એમ. પી. દોશી વિદ્યાલયમાં ધો. 10ના છાત્રોના વાલીઓ સાથે મિટિંગ યોજાઈ

ટંકારા : ટંકારાના દયાનંદ દ્વાર પાસે આવેલી એમ. પી. દોશી વિદ્યાલયમાં ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રિત કરી વાલીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના હાઉને દુર કરી એકચિતે વાંચન અને મનનની પધ્ધતિથી વાલીઓને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડર્યા વિના પરીક્ષા શાંતિથી આપી શકે તે માટે પરીક્ષાની પુર્વ તૈયારી બતાવી હતી. તેમજ તજજ્ઞો દ્વારા વાંચનની રીત અને વાંચન પડતી મુશ્કેલીને કેમ પછાડી આગળ વધવું તે અંગે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ વાલીઓ પણ તેના બાળકોને કઈ રીતે મદદ કરી શકે તે અંગે વાલીઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.