ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે મોરબીની નવયુગ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધા યોજાઈ

મોરબી : રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે આજે તા. 14 ડિસેમ્બરના રોજ મોરબીની નવયુગ સાયન્સ કોલેજમાં ફૂડ વિધાઉટ ફ્યુલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લઇ ઇંધણના ઉપયોગ વિના અવનવી વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા ફૂડ એક્સપર્ટ ભાવનાબેન જોબનપુત્રાએ જજ તરીકે સેવા આપી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ આ સ્પર્ધાની સરાહના કરી હતી.