મોરબી પીજીવીએલ દ્વારા 16 થી 21 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરાશે

વીજ અકસ્માતો નિવારવા મોકડ્રિલ, ફીડરોની ચકાસણી તથા વીજ બચત અંગે વિવિધ જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબી પીજીવીએલ દ્વારા 16 થી 21 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વીજ અકસ્માતો નિવારવા મોકડ્રિલ, ફીડરોની ચકાસણી તથા વીજ બચત અંગે શાળાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સ્પર્ધાઓ સહિતના જનજાગૃતિ લક્ષી વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાશે.

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા 14 ડિસેમ્બરે ઉર્જા બચત દિવસની ઉજવણીના સંદર્ભે આગામી તા.16 થી તા.21 ડિસેમ્બર સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.16 ડિસેમ્બરે અકસ્માત નિવારવા પેટા વિભાગીય કચેરી ખાતે સ્ટાફ અને કોન્ટ્રકટર માટે મોકડ્રિલ, તા.17 ના રોજ વિવિધ અકસ્માતોની ચર્ચા અને તેને નિવારવા માટેના ઉકેલ અંગે ચર્ચા, તા.18ના રોજ અકસ્માત નિવારવા માટે બે ફીડરોનું પરીક્ષણ અને અધિકારીઓની હાજરીમાં સ્ટાફ દ્વારા સલામતી અંગેની પ્રતિજ્ઞા તા.20ના રોજ વીજ સલામતી અને વીજ બચત માટે જનજાગૃતિ લાવવા સ્કૂલના વિધાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધા તથા સ્ટાફ અને કોન્ટ્રાક્ટરોને વિજ સલામતી અંગે ફિલ્મ દર્શાવી અને તા.21ના રોજ વીજ સલામતી અને વીજ બચત માટે જનજાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સમગ્ર વિજતંત્રનો સ્ટાફ જોડાઈને વીજ સલામતી અને વીજ બચત માટે જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરશે.