મોરબીની આર્ટસ કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન યોજાયું

- text


મોરબી : સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન મહેતા આર્ટસ કોલેજમાં જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા યુવા મતદાર જાગૃતિ અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી પ્રાંત અધિકારી એસ. જે. ખાચર અને મોરબીના મામલતદાર જાડેજા સાહેબ તેમજ તેમની કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ કાર્યક્રમનો આરંભ સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ હતો. કોલેજના અધ્યાપકો અને સ્ટાફ દ્વારા એસ. જે. ખાચર, જાડેજા સાહેબ અને આચાર્યનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાએ ઉપસ્થિત અધિકારીઓને શબ્દોથી આવકાર્યા અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. તેમજ લોકશાહી અને તેનો પાયો ચૂંટણી અને મતદાન છે, માટે યુવાનોએ તે અંગે જાગૃતિ કેળવીને સમાજને સુદ્રઢ બનાવવો, તે અત્યંત જરૂરી અને આવકાર્ય છે, એ બાબત પર ભાર મૂક્યો હતો.

- text

આ ઉપરાંત, મામલતદાર જાડેજા સાહેબ દ્વારા લોકશાહી, ચૂંટણી અને તેમાં થતા મતદાન અંગેની સરળ ભાષામાં યોગ્ય સમજણ આપવામાં આવી હતી. તેમજ નવા મતદારોના નામ મતદાર યાદીમાં રહી ના જાય, તે અંગે જણાવેલ અને લોકશાહીને યોગ્ય અર્થમાં જાળવીએ, તેમ જણાવ્યું હતું. નાયબ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ખાચર દ્વારા ભારત દેશનો વિશાળ ચૂંટણી પંચ અને વિવિધ કામગીરી અંગે સરળ અને રસાળ શૈલીમાં સમજણ આપવા સાથે તા. 01/01/2020ના દિવસે જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય, તેમને તેમના નામ મતદાર યાદીમાં નોંધાવવા અને તે અંગેના ફોર્મ વિષે જાણકારી આપી હતી.

વધુમાં, તેઓએ જણાવ્યું કે આપણો દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. વિવિધ ધર્મ અને સંસ્કૃતિમાં વહેંચાયેલા દેશના નાગરિકોએ લોકશાહીના મૂલ્યોનું રક્ષણ કરવા માટે મતદાન અંગેની જાગૃતિ કેળવવી જોઇએ. તેમણે વિવિધ સ્લાઈડ દ્વારા મતદારોને માર્ગદર્શન આપેલ હતી. તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી રૂપે પણ માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રોફેસર કે. આર. દંગીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર એન. એમ. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

- text