મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરાઈ

- text


મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ગત તા. 11/12/2019ના રોજ યોજાઈ હતી.

આ બેઠકમાં મહામંત્રી રતુભાઈ ગોળ દ્વારા ગત કારોબારી બેઠકની કાર્યવાહીનું વાંચન બહાલી આપવામાં આવી હતી. તેમજ પ્રાંત અધ્યક્ષ ભીખાભાઇ પટેલ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનની સમીક્ષા કરવામાં આવી હતી અને આયોજનને સંગઠન દ્વારા બિરદાવવામાં આવ્યુ હતું. આ અધિવેશનને ખર્ચની તમામ વિગતો પ્રાંત કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, માનનીય અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર દ્વારા પ્રેરક માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ દેવતુલ્ય અને શાળા એ જ તીર્થસ્થાન ગણીને શિક્ષકોએ કામ કરવા જણાવવામાં આવ્યું હતું. માધ્યમિક સચિવ મોહનજી પુરોહિત દ્વારા સંગઠનને મજબૂત કરવા પ્રવાસ અને વિસ્તૃત આયોજન કરવા જણાવ્યું હતું. પ્રાંત સંગઠન મંત્રી ભાવિનભાઈ ભટ્ટ દ્વારા પણ માર્ગદર્શન કરવામાં આવેલ હતું.

- text

આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને જિલ્લા મંત્રી કિરણભાઈ કચરોલા ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીમાં હાલ H-TAT શિક્ષકોની બદલીના કેમ્પ રોકવા માટે અને શિક્ષકોની પડતર માંગણીઓ માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

- text