મોરબીમાં પાકિસ્તાની હિન્દૂઓએ નાગરિકતા સંશોધન બિલ પાસ થતા કરી ઉજવણી

- text


ફટાકડા ફોડી એક બીજાના મો મીઠા કરાવીને બિલને આવકારવામાં આવ્યું

મોરબી : મોરબી પંથકમાં 1 હજાર જેટલા પાકિસ્તાની હિન્દૂ લોકો વસે છે. ત્યારે નાગરિકતા સંશોધન બિલ પાસ થતા આ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેઓએ જાહેરમાં ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આ બિલને આવકાર્યું હતું.

અમિત શાહ દ્વારા સૌ પ્રથમ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ લોકસભામા બહુમતીથી પસાર થયું હતું. ત્યારબાદ રાજ્યસભામા પણ આ બિલ બહુમતીથી પસાર થઈ ગયું હતું. નાગરિકતા સંશોધન બિલમાં અન્ય દેશોમાંથી આવીને જે બિનમુસ્લિમ લોકો 31 ડિસેમ્બર 2014થી ભારતમાં રહે છે તેઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

મોરબી પંથકમા અંદાજીત 1000 જેટલા મૂળ પાકિસ્તાની હિન્દૂ લોકો વસવાટ કરે છે. ત્યારે તેઓને નાગરિકતા સંશોધન બીલના લીધે હવે ભારતીય નાગરિકતા મળવાની છે. માટે 50 થી વધુ લોકો દ્વારા મોરબી શહેરમાં ફટાકડા ફોડી તેમજ એક બીજાના મો મીઠા કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જે.પી. જેસવાણી, હસુભાઈ પંડ્યા અને રાજુભાઇ દવે સહિતના કાર્યકરો પણ જોડાયા હતા.

- text

- text