મોરબીના ડે. ડીડીઓ આર.જે. ગોહિલની રાજકોટ બદલી, તેમની જગ્યાએ પી.વી. વસૈયા મુકાયા

- text


મોરબી : મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલની રાજકોટ બદલી કરવામાં આવી છે. જ્યારે તેમની બદલીથી ખાલી પડેલી જગ્યાએ પી.વી. વસૈયાને મુકવામાં આવ્યા છે.

- text

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્વાણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે 15 જેટલા જીએએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આર.જે. ગોહિલની રાજકોટ બદલી કરવામાં આવી છે. જ્યારે વડોદરાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયાને મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

- text