મોરબી જિલ્લાના આઠ પોલીસકર્મીઓની આંતરિક બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના આઠ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ચુડાસમાને વાંકાનેર તાલુકા, સંજયસિંહ ભીમાભાઈ મૈયડની મોરબી તાલુકા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાની ટંકારા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની મોરબી તાલુકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી બી ડિવિઝનના પરેશભાઈ પરમાર, મોરબી એ ડિવિઝનના રસિકકુમાર કડીવાર તથા રમેશભાઈ રબારી, મોરબી તાલુકાના સતીશકુમાર ગરચરની પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.