હળવદના ઘનશ્યામ ગઢ ગામે પશુઓ માટેની સૂકી કડબમાં ભીષણ આગ

- text


આશરે 650 મણ સૂકી કડબનો જથ્થો આગમાં ખાક

હળવદ : હળવદના ધનશ્યામગઢ ગામે પશુઓ માટે રાખેલી સૂકી કડબના જથ્થામાં આજે કોઈ કારણોસર અચાનક આગ ભુભૂકી ઉઠી હતી અને આગમાં આશરે 650 મણ સૂકી કડબનો જથ્થો નાશ પામ્યો હતો. જો કે આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી.આ આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ધનશ્યામગઢ ગામે રહેતા ખેડૂત ઠાકરશીભાઈ ડાયાલાલ પટેલે પોતાની વાડીએ પશુઓ ચારા માટે સૂકી કડબનો આશરે દોઢ લાખનો જથ્થો સંગ્રહી રાખ્યો હતો. આ સૂકી કડબના જથ્થામાં આજે સવારે 10 વાગ્યાના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સૂકી કડબનો મોરો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. આગથી સૂકી કડબનો જથ્થો ભડભડ સળગવા લાગતા આશરે 650 મણ સૂકી કડબનો જથ્થો આગમાં ભસ્મીભૂત થયાનો અંદાજ છે. એક બાજુ અતિવૃષ્ટિથી ખેડૂતો હેરાન પરેશાન છે. બીજી બાજુ પશુઓના ચારા માટે રાખેલો સૂકી કડબનો મોટો જથ્થો આગમાં ખાક થઈ જતા ખેડૂતો આફતમાં મુકાઈ ગયા છે.

- text