સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલના પાંચ વિદ્યાર્થીઓની ડોઝબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

- text


મોરબી : રમગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી – મોરબીની કચેરી દ્વારા સંચાલિત અને મોહમંદી લોકશાળા – ચંદ્રપુરના સહયોગથી રાજ્ય કક્ષાની અંડર 17 ડોઝબોલ ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન ગત 8 થી 10 ડિસેમ્બર દરમિયાન વાંકાનેરના ચંદ્રપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 21 ભાઈઓની અને 19 બહેનોની ટીમોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં મોરબી જિલ્લામાંથી સિંધાવદરની એસ.એમ.પી.હાઈસ્કૂલની ટીમોએ ભાગ લઇ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ભાઈઓ-બહેનો બંને વિભાગમાં એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરની ટીમોએ બ્રોન્ઝ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

આ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાના 5 ખેલાડીઓની પસંદગી નેશનલ લેવેલની સ્પર્ધા માટે કરવામાં આવી છે. બહેનોના વિભાગમાં માલવીય મુબિનાબાનું નિઝામુદિન (રહે. વિડીભોજપરા), દેકાવાડિયા મુરશીદા ઝાવેદ (રહે. જૂની કલાવડી), દેકાવાડિયા નાઝીમ ગુલામમોયુદિન (રહે. જૂની કલાવડી) અને ભાઈઓના વિભાગમાં શેરસીયા મોહમ્મદકૈફ (રહે. પંચાસિયા), મારવીયા મુશરફહુસેન યુસુફ (રહે. વિડી ભોજપરા)ની પસંદગી થઈ છે.

- text

એસ.એમ.પી.હાઈસ્કૂલે મોરબી જિલ્લાને સ્ટેટ લેવલે મેરીટમાં સ્થાન અપાવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય એ. એ. બાદી તથા શાળા પરિવારે ખેલાડીઓ અને તેમના કોચ જે. એમ. વડાવીયાને બિરદાવ્યા હતા. તેમજ મોરબી જિલ્લા રમતગમત અધિકારી, પ્રવિણાબેન, ડી.વાય.ડી.ઓ. નાકિયા સાહેબ, વાંકાનેર કન્વીનર અશોક પટેલ, પટોડી સાહેબ તેમજ સમગ્ર જિલ્લાના વ્યાયામ પરિવારે શાળા, કોચ તેમજ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

- text