મોરબી : ઉમિયાનગરમાં ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરને ઉગ્ર રજૂઆત

- text


મોરબી : મોરબીની સામા કાંઠે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા અંગે ઉમિયાનગરના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી

આ રજુઆત મુજબ શહેરના સામા કાંઠે આવેલા ઉમિયા નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે અને પાણી ઘરોમાં ઘુસી જાય છે. આ વિસ્તારમાંથી બહાર નીકળતી મુખ્ય ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બ્લોક થયેલ છે. જેથી, સોસાયટીના રહીશો ગટરના પાણીથી ત્રાહિમામ છે. તેના કારણે પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની બીક છે.ઉમિયા નગર વિસ્તારના આગેવાનો દ્વારા રહીશોની સમસ્યાનું તાત્કાલિક ધોરણે તથા સારું પરિણામ લાવવાની અપેક્ષા સાથે મોરબીના કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચને અરજી કરવામાં આવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે ઉમિયાનગરના સ્થાનિકો દ્વારા આશરે એક મહિના પહેલા પણ કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવામાં આવેલ હતી. ત્યારે ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવશે, તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ ના આવતા સ્થાનિકોએ ફરીથી આજે કલેક્ટર કચેરીની લોબીમાં બેસી ઉગ્ર રીતે રજૂઆત કરેલ હતી. ત્યારે તેઓને કલેક્ટર કચેરી તરફથી બે-ત્રણ દિવસમા ઉકેલની ખાતરી આપવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

- text