ટંકારા : કાગદડી નજીક બે ટ્રક સામસામા અથડાતા છને ઇજા

- text


ટંકારા : છતર અને કાગદડી પાસે બે ટ્રકો સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text