માળીયા (મી.) નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવકનું મોત

- text


માળીયા (મી.) : શનિવારે સવારે માળીયા (મી) નજીક નેશનલ હાઇવે ઉપર આરામ હોટલની સામે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું હતું.

- text

તા. 7 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યા આસપાસ માળીયા (મી) નજીક નેશનલ હાઇવે ઉપર આરામ હોટલની સામે બાઈક નં. GJ-3-CJ-8047ને મોરબી તરફ જતા ટ્રક નં. RJ-52-GA-3716ના ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી બાઇકને હડફેટે લેતા 22 વર્ષીય બાઈક ચાલક મોવર અબ્દુલા હબીબ રહે. માલાખાડા વાંઢ વિસ્તાર, આરામ હોટલની સામે, માળીયા(મી)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. માળીયા (મી.) પોલીસ મથકમાં જાણવા કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ મૃતદેહને માળીયા(મી) સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની વધુ તપાસ માળીયા (મી.) પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહી છે.

- text