મોરબી : વાહન હડફેટે મહિલાને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબીના પ્રેમજીનગર પાસે રસ્તો ઓળંગતી વખતે વાહને હડફેટે લેતા આધેડ મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. મોરબી સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અકસ્માતમાં ઘવાયેલ આધેડ મહિલાને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

- text

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રફાળેશ્વરના રહેવાસી લીલાબેન દેવજીભાઈ પરમાર (ઉંમર ૫૫) ગઈકાલે પ્રેમજીનગર પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. તે સમયે કોઇ અજાણ્યા વાહનચાલકે લીલાબેનને હડફેટે લેતાં તાત્કાલીક તેઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે લીલાબેનને રાજકોટ લઇ જવાયા હતા.

- text